ગુજરાત
News of Monday, 4th June 2018

સંતો અને ઋષિકુમારોએ એસજીવીપી ગુરુકુલમાં બીરાજીત રામ,શ્યામ અને ઘનશ્યામ મહારાજને ચંદનના વાઘા ધરાવ્યા

અમદાવાદ તા.૩ વૈષ્ણવી સેવા રીતિ પ્રમાણે ગરમીના સમયમાં હિન્દુ ધર્મના મોટા મોટા  દેવસ્થાનો જેવા કે છપૈયા, અયોધ્યા નાથદ્વારા, દ્વારિકા, વડતાલ, ગઢપુર વગેરે મંદિરોમાં ઠાકોરજીને ફુલના વાઘા તથા ચંદનના વાઘા ધરાવવામાં આવે છે.

 આ પ્રમાણે આવી કાળજાળ ગરમીમાં અને તેમાંય પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં, શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્  એસજીવીપી સંકુલમાં બિરાજીત રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને  પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને  સર્વમંગળદાસજી સ્વામી અને કુંજવિહારીદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે નિરંજનદાસજી સ્વામી, યજ્ઞવલ્લભદાસજી સ્વામી, મુનિત્સલદાસજી સ્વામી અને ઋષિકુમારોમાં પંડ્યા મિહિર, જાની નિલેશ, દવે લખન, ત્રિવેદી કૃતાર્થ વગેરે ઋષિકુમારોએ અને સંતોએ ભક્તિ ભાવથી જાતે સુખડ ઘસી ચંદન તૈયાર કર્યું હતું. ત્યારબાદ ઠાકોરજીને ચંદનના વાઘા ધરાવી, વૈદિક વિધિ સાથે ષોડશોપચાર પૂજન કરી આરતિ ઉતારી હતી.

 

(1:17 pm IST)