ગુજરાત
News of Monday, 4th June 2018

અમદાવાદના બોપલમાં 12માં માળેથી ઝંપલાવીને આધેડે આયખું ટૂંકાવ્યું

ઓર્કિડ એલિગન્સ ટાવરના 12માં માળેથી પડતું મુકનારા સુરેશ ગૌડની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પરિવારજનોનું કથન

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં  એક આધેડ વ્યક્તિએ 12મા માળેથી છલાંગ લગાવી દેતા જીવન ટુંકાવતા ચકચાર મચી ગઈ છે.

  મળતી વિગત મુજબ સાઉથ બોપલ વિસ્તારના સોબો સેન્ટર પાસે ઓર્કિડ એલિગન્સ ટાવરના 12માં માળેથી એક શખ્સે પડતુ મૂકીને જીવન ટૂંકાવ્યુ હતુ. આ બાબતની જાણ થતા જ બોપલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં માહિતી મળી કે, સુરેશ ગૌડ નામના શખ્સે આત્મહત્યા કરી છે. 58 વર્ષીય આ શખ્સના પરિવારજનોએ જણાવ્યું કે, સુરેશ ગૌડની માનસિક સ્થિતિ સારી ન હતી. જોકે, સ્થાનિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:43 pm IST)