ગુજરાત
News of Monday, 4th June 2018

રાત્રે ભરૂચનાં ઝાડેશ્વર વિસ્તારમાં મોપેડમાં આગ: ફાયર વિભાગ દોડ્યું

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રાત્રિના મોપેડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી મોપેડ ચલાકનો બચાવ થયો હતો. આગ લાગતાં જ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે મોપેડમાં આગ લાગી હોવાનું અનુમાન ફાયર વિભાગે વ્યક્ત કર્યું હતું

(12:38 pm IST)