ગુજરાત
News of Monday, 4th June 2018

2019થી પ્રાયમરીમાં નાપાસ નહિ કરવાની નીતિને જાકારો અપાશે:નવા સત્રથી અમલ

ધો.૫ અને ૮માંથી નો ડિન્ટેશન પોલીસી રદ કરીને પાસ-નાપાસની સીસ્ટમ લાગુ કરાશે. ;ભુપેન્દ્રસિંહ ચુડાસમા

અમદાવાદ :કેન્દ્ર સરકારે પ્રાયમરી સ્કૂલોમાં નો ડિટેશન્શન પોલીસી દૂર કરવાનુ સ્પષ્ટ કરી દીધુ છે ત્યારે ગુજરાતમાં પણ ૨૦૧૯થી પ્રાયમરીમાં નો ડિટેન્શન પોલીસી દૂર કરાશે અને ધોે.૮-૯ના વિદ્યાર્થીઓને ઓછા માર્કસ માટે નાપાસ કરવાનું શરૃ કરાશે. કેન્દ્ર સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ ૨૦૦૯ કાયદો લાગુ કરાયા બાદ આ કાયદા હેઠળ ધો.૧થી૮ના ધોરણોમાં વિદ્યાર્થીઓને નાપાસ કરવામા આવતા નથી અને ફરજીયાત આગળના ધોરણમાં મોકલી દેવાય છે.

 આ અંગે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યુ હતું કે ગુજરાત સરકાર દ્વારા બે વર્ષથી કેન્દ્ર સરકારને નો ડિન્ટેશન પોલીસી ગુજરાત માટે રદ કરવાની મંજૂરી આપવા રજૂઆત કરાઈ હતી.ગુજરાત સરકારે ધો.૩,૫ અને ૮માં પાસ-નાપાસ કરવાની સીસ્ટમ લાગુ કરવા અને અગાઉની જેમ ઓછા માર્કસ આવે તો આ ત્રણેય ધોરણોમા નાપાસ કરવા નિર્ણય કર્યો હતો.

 પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા હાલ માત્ર ધો.૫ અને ૮માં નાપાસ કરવા માટેની મંજૂરી આપવા નિર્ણય કરાયો છે અને તમામ રાજ્યો પાસેથી સહમતી લેવામા આવી છે અને જેમાં ગુજરાત સહિત ૨૫ રાજ્યોએ સહમતી આપી પણ દીધી છે.ગુજરાતમાં પણ ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષથી ધો.૫ અને ૮માંથી નો ડિન્ટેશન પોલીસી રદ કરી દેવાશે અને પાસ-નાપાસની સીસ્ટમ લાગુ કરાશે.

(12:10 pm IST)