ગુજરાત
News of Monday, 4th June 2018

ગુજરાતની પ્રથમ મહિલા એસ.ટી. ડ્રાઇવરની ચીમકીઃ ઘર આપો નહીતો આત્મવિલોપન

કલેકટર કચેરીએ દોડી ગયાઃ બંને દિકરા લગ્ન બાદ દારૂડીયા બની ગયા છે

અમદાવાદ તા.૪: ગુજરાતના પ્રથમ મહિલા એસટી ડ્રાઇવર જમનાબેન કલેકટર કચેરીમાં જઇને ઓૈડાના ઘરની માંગણી કરી અને જો ઘર નહીં અપાવો તો આત્મવિલોપનની ચીમકી આપી હતી.

નાયબ કલેકટરે જમનાબેનને સમજાવવા પ્રોટેકશન ઓફિસર, સમાજ સુરક્ષા અધિકારીને બોલાવ્યા. બેન સમજવા તૈયાર ન હોવાથી પ્રોેટેકશન ઓફિસરે મહિલા હેલ્પ લાઇન '૧૮૧ અભયમ' ને ફોન કરી મદદ માંગી. હેલ્પલાઇનના કાઉન્સેલર સોનલબેનને જમનાબેને જણાવ્યું હતું કે મારા બંને દિકરાનાં લગ્ન થઇ ગયાં છે. અને તેમને દારૂની લત લાગી ગઇ છે. મારા પોૈત્રોની જવાબદારી મારા માથે છે. અમારી પાસે ઘર નથી. મને ઓૈડાના મકાનમાં ઘર અપાવો. મારા પોૈત્ર કમાતો થશે ત્યારે થોડા થોડા કરીને ભરી દઇશું કલેકટરે જમનાબેનને આશ્વાસન આપતતા કહયું હતું કે 'હું તમારા માટે કોર્પોરેશનને ઘરની વ્યવસ્થા કરવા ભલામણ લેટર આપી શકુ' કલેકટરની વાતથી જમનાબેનને હાશકારો થયો હતો.

નિવૃતિ બાદ ફુટપાથ પર રહેવાનો વારો આવ્યો

જમનાબેન એસટીમાં નોકરી કરતાં હતાં ત્યારે તેમને રહેવા સરકારી કવાટર્સ આપ્યું હતું. નિવૃતિ બાદ ઘર ન રહેતાં ફુટપાથ પર રહેવાનો વારો આવ્યો હતો. મહિલા હેલ્પલાઇન તથા કલેકટરે તેમને ઘરની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સંસ્થામાં રહેવાનો વિકલ્પ આપ્યો હતો. (૧.૬)

(11:44 am IST)