ગુજરાત
News of Monday, 4th June 2018

શાકભાજીના ભાવમાં વધારો :ટમેટા- બટેટા અને ડુંગળી મોંઘી

ઇંધણની કિંમતમાં વધારો અને ખેડૂતોની હડતાળની આંશિક અસર : આવક કપાતા ભાવમાં વધારો

રાજકોટ તા: 4 શાકભાજીના ભાવમાં દેશના અન્ય રાજ્યોની માફક ભાવમાં વધારો થયો છે જોકે રાજ્યના તેની અસર બહુ નથી છત્તા શાકભાજીના ભાવમાં વધારો થયો એકતરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો માર અને બીજીતરફ ખેડૂતોની હડતાળને કારણે શાકભાજી દેશના અન્ય રાજ્યમાં મોંઘાદાટ થયા છે ત્યારે રાજકોટમાં ટમેટા અને બટેટાના ભાવમાં છેલ્લા બે ચાર દિવસમાં વધારો થયો છે ટામેટાના ભાવમાં કિલોએ રૂપિયા 5થી 10 વધી ગયા છે જયારે બટેટાના ભાવમાં પણ ઉછાળો જોવાયો છે ટામેટાનો હોલસેલ ભાવ 18થી 20 વચ્ચે છે જોકે રિટેલમાં 30 થી 40 ના કિલો વેચાય છે 

 રાજકોટના ડુંગળી બટેટાના વેપારી પ્રફુલભાઇ રંગાણીના માનવા મુજબ સૌરાષ્ટ્રના હાલમાં ખેડૂતોની હડતાળની અસર દેખાતી નથી પરંતુ કાલથી આવકમાં ઘટાડો થશે તેમાં મનાય છે હાલમાં બટેટા અને ડુંગળીના ભાવમાં ધીમો વધારો થઇ રહયો છે

  દરમિયાન બહારના રાજ્યોમાંથી શાકભાજીની આવક ઘટી જતાં શાકભાજીના ભાવોમાં વધારો થયો છે હાલમાં કોથમીર,વટાણા,ટમેટા અને વાલોરના ભાવમાં વધારો જોવાઈ રહયો છે

(11:43 am IST)