ગુજરાત
News of Monday, 4th June 2018

ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી શું કહે છે?

અમદાવાદ તા. ૪ : પરંપરાગત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઇ વિશેષ આગાહી કરવામાં આવી છે. તેમણે એવી આગાહી કરી હતી કે, ૭થી ૯ જૂન સુધી મુંબઇમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઇમાં કોંકણ પટ્ટીમાં અતિથી અતિ ભારે વરસાદ થશે. દરિયો તોફાની બનશે તેમજ દરિયાઇ ઉંચા મોજા ઉછળશે.

ગુજરાતમાં ૧૦થી ૧૨ જૂન સુધી વરસાદી ઝાપટાં પડશે. ૧૪થી ૨૦ જૂન દરમ્યાન પણ ગુજરાતમાં વરસાદ પડશે. ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારમાં વરસાદ થશે. ૧૪થી ૧૬ જૂન સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટાશે.

તેઓએ આગાહી કરતાં જણાવ્યું કે મુંબઈમાં વરસાદ બાદ ગુજરાતમાં ચોમાસુ ધીરે-ધીરે આગળ વધશે પરંતુ હજી ચોમાસાને વાર છે. જો કે તાજેતરમાં જ જે વિસ્તારમાં વરસાદ પડ્યો તે પ્રિ-મોનસુન વરસાદ છે. જેથી હવે ૭ તારીખથી લઇને ૧૬ તારીખ સુધીમાં વરસાદ પડશે.(૨૧.૮)

 

(9:29 am IST)