News of Wednesday, 16th May 2018
વડોદરા:ફતેપુરામાં મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચારની ધરપકડ કરી
વડોદરા:ફતેપુરા મંગલેશ્વર ઝાપાના એક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે રેઈડ કરીને ચાર જુગારીઓને ઝડપી પાડયા છે. જ્યારે પ્રતાપનગર વિસ્તારમાં જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા છે. આ અંગેની વિગત એવી છે કે ફતેપુરા મંગલેશ્વર ઝાપા હરિજનવાસમાં રહેતો રણજીત નવનીતભાઈ સોલંકી પોતાના ઘરમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે વારસીયા પોલીસે રેઈડ પાડીને રણજીત સોલંકી સહીત ચાર જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૃપિયા ૧૦,૫૧૦ની મત્તા જપ્ત કરી છે.જયારે અન્ય એક બનાવમાં વાડી પોલીસે પ્રતાપનગર વિસ્તારમાંનવગ્રહ મંદિર પાછળ વણકરવાસમાં જુગાર રમતા નવ જુગારીઓને રૃપિયા ૨૮,૬૦૦ની મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(5:40 pm IST)