ગુજરાત
News of Wednesday, 16th May 2018

બનાસકાંઠાના મોરિયા નજીક અંધાધૂંધ ફાયરિંગ કરી 16 લાખની લૂંટ : દૂધ મંડળીના કર્મચારીઓ લૂંટાયા :અજાણ્યા શખ્સો લૂંટ કરીને ફરાર : નાકાબંધી

બનાસકાંઠાના મોરિયા નજીક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને રૂપિયા 16 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે મળતી વિગત મુજબ દૂધ મંડળીના બે કર્મચારીઓ પૈસા લઈને જઈ રહ્યાં હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેના પર ફાયરિંગ કર્યું હતું અને તેની પાસે રહેલા 16 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.આ શખ્સોએ લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને નાકાબંધી કરી છે. અને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

  વધુ વિગતો મેળવાઈ રહી છે

(12:48 pm IST)