ગુજરાત
News of Saturday, 13th January 2018

રાજકારણમાં રહેલા કેટલાક હિટલરોને કારણે આજે બધા લોકો પરેશાન :હાર્દિક પટેલ

સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા ન્યાયપ્રણાલી પર સવાલ ઉઠાવતા પાસના સુપ્રીમોનું તીખું નિવેદન

 

ગાંધીનગર:રાજકારણમાં રહેલા કેટલાક હિટલરોને કારણે આજે બધા લોકો પરેશાન છે કોઈ બોલે તો દેશદ્રોહી બનાવાઈ છે તેમ પાસના સુપ્રીમો હાર્દિક પટેલે જણાવ્યું હતું સુપ્રિમ કોર્ટના ચાર જજ દ્વારા ન્યાયપ્રણાલી પર સવાલ ઉઠાવતા પત્રકાર પરિષદ સંબોધી હતી. મામલે પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે સત્તામાં રહેલા કેટલાક હિટલોરોના કારણે આવી સ્થિતિ પેદા થઇ છે.

 

  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હિન્દુસ્તાનના ઇતિહાસમાં પ્રથમ વખત સુપ્રિમ કોર્ટના ચાર ન્યાયાધીશ પત્રકાર પરિષદ યોજી દુખ સાથે કહે છે કે ન્યાયાલયમાં સ્વતંત્રતા નથી રહી. આજે વાત સાંભળીને લાગે છે કે અમે આઝાદ નથી. હિન્દુસ્તાનના રાજકારણમાં રહેલા કેટલાક હિટલરોના કારણે આજે બધા લોકો પરેશાન છે. કોઈ બોલે તો દેશદ્રોહી બનાવાય છે અને બોલે તો મૂંગા કહેવાય છે. પ્રશાસન પોલીસ અને અધિકારી જનતાની વાત સાંભળતા નથી તો જનતા કહે છે કે હું કોર્ટ જઇશ પરંતુ કોર્ટમાં હવે કોઈ સાંભળનાર નથી.દેશમાં હું ચોર, પોલિસ અને હું ન્યાયાધીશનું રાજ છે, ચોકીદાર ચોર છે.

 

(12:03 pm IST)