ગુજરાત
News of Saturday, 13th January 2018

અમદાવાદમાં બેટી બચાઓની પતંગ ઉડાવી પોતાની દીકરીને યાદ કરી રાની મુખરજીએ

પતંગ ચાગવવાની મોજ માણતાં કહ્યું કે મારી દીકરીને લઇને આવી હોત તો તેને બહુ મજા પડી હોત, નેકસ્ટ ટાઇમ હું તેને જરૂર લઇને આવીશ

અમદાવાદ તા.૧૩: ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા અમદાવાદમાં આયોજિત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં રાની મુખરજીએ બેટી બચાઓની પતંગ ઉડાવીને પોતાની દીકરીને યાદ કરી હતી અને પતંગ ચગાવવાની મજા માણી હતી. અમદાવાના સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાઇ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ચગાવવા માટે ાવેલી રાની આકાશમાં ઊડતી બહુબધી અને અવનવી સ્ટાઇલની પતંગોને જોઇને હરખાઇ ગઇ હતી. રાનીએ મીડિયાને કહ્યું હતું કે 'હું વિચારૃં છું કે જો હું મારી દીકરીને સાથે લઇને આવી હોત તો તેને બહુ જ મજા આવી હોત. નેકસ્ટ ટાઇમ હું તેને લઇને આવીશ. મને અહીં 'બેટી બચાઓ'ના મેસેજવાળી પતંગ ચગાવવાનો મોકો મળ્યો એ ગમ્યું. અહીં કમાલનો માહોલ છે. અનબિલિવેબલ. મેં આવું કયાંય જોયું નથી. ગુજરાત ટૂરિઝમે અમેઝિંગ  વર્ક કર્યુ.'

પોતાની નવી આવી રહેલી ફિલ્મ 'હિચકી'વિશે તેણે કહ્યું હતું કે 'મારી ફિલ્મ સુપરહિટ ગઇ તો આવતા વર્ષે અહીં આવીને 'હિચકી'ની પતંગ ચગાવીશ, પણ તમે મારી ફિલ્મ જોવા જજો.'(૧.૩)

(11:59 am IST)