ગુજરાત
News of Friday, 20th November 2020

સોશ્યલ ડિસ્ટન્સ-માસ્ક અને સેનેટાઇઝનો ઉપયોગ કરીને કોરોના મહામારીમાં સાવચેતી રાખવા સુરત ફાયર બ્રિગેડ ટીમ દ્વારા જાગૃતતા અભિયાન

સુરત : દિવાળીના તહેવાર બાદ ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. શહેરમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેના પગલે કોરોના સંક્રમણ અટકાવવા માટે પાલિકા દ્વારા ફાયરબ્રિગેડ મારફતે અપીલ કરવામાં આવી રહી છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં ફાયરના જવાનો દ્વારા સ્પિકર લગાવીને કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે અમલ કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે

સુરતમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઇ રહ્યો છે. દિવાળીના તહેવરમાં લોકોનાં ટોળા જોવા મળ્યા હતા. જેના પગલે સુરત સહિત તમામ શહેરોમાં કોરોનાની સંખ્યામાં વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર ફરી એક ખત દોડતું થયું છે. સુરત મહાનગર પાલિકા તેમજ ફાયર અધિકારીઓ પણ જનજાગૃતિ અભિયાનમાં જોડાયા હતા.

સુરતમાં ફાયર વિભાગનાં અધિકારીઓ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી રહ્યા છે કે, જેમ બને તેમ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતો. માસ્ક પહેરો. સેનિટાઇઝરનો ઉપયોગ કરો. લોકોને તમામ નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. 

(5:24 pm IST)