ગુજરાત
News of Friday, 20th November 2020

સુરત:પત્નીની એકલતાનો લાભ લઈ સુપરવાઈઝરે દુષ્કર્મ આચરી પતિ સહિત પુત્રને મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

સુરત: સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી એક સંતાનની માતા સાથે બે વખત જબરજસ્તી દુષ્કર્મ આચાર્યા બાદ પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી વારંવાર શરીરસબંધની માંગણી કરનાર કારખાનાના સુપરવાઇઝર વિરૂધ્ધ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતી એક સંતાનની માતા પ્રેમીલા (નામ બદલ્યું છે) ને પોતાની સાથે જ કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જયવીરસીંગ સાથે પ્રેમસબંધ બંધાયો હતો. પતિની જાણ બહાર પ્રેમીલા અને જયવીરસીંગ મળતા હતા અને એકાંત માણતા હતા. બીજી તરફ પ્રેમીલાના પતિએ નશબંધી કરાવી હતી તેમ છતા પ્રેમીલાને ગર્ભ રહેતા પતિને શંકા ગઇ હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. પોતાને ગર્ભ રહેતા પ્રેમીલાએ પતિને કહ્યું હતું કે તમારૂ નશબંધીનું ઓપરેશન નિષ્ફળ ગયું લાગે છે. પરંતુ પતિના મનમાં પત્નીના લગ્નેત્તર સબંધની શંકા ઘર કરી ગઇ હતી અને આ અંગે પતિએ પ્રેમીલાની વોચ કરવાનું શરૂ કર્યુ હતું. જે અંતર્ગત પ્રેમીલા જે કારખાનામાં નોકરી કરતી હતી તે કારખાનામાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જયવીરસીંગ સાથે અનૈતિક સબંધ હોવાની જાણ થઇ હતી. જેથી પતિએ પત્નીના અનૈતિક સબંધનો પર્દાફાશ કરતા પ્રેમીલાએ જણાવ્યું હતું કે જયવીરસીંગ એકલતાનો લાભ લઇ બે વખત પોતાની સાથે દુષ્કર્મ કર્યુ હતું અને ત્યાર બાદ પતિ અને પુત્રને મારી નાંખવાની ધમકી આપી વારંવાર શરીરસબંધની માંગણી કરતા ગર્ભ રહ્યો હોવાનું જણાવતા આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે સંતાનના પિતા જયવીરસીંગની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

(5:08 pm IST)