ગુજરાત
News of Friday, 20th November 2020

રાજપીપળાના સિંધીવાડ વિસ્તારમાં નજીવી બાબતે રીસ રાખી બે કોમ વચ્ચે લડાઈ: મહિલા સહીત 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાજપીપળા: શહેરના સિંધીવાડ વિસ્તારમાં અગાઉની નજીવી બાબતની રીસ રાખી એક જ કોમ વચ્ચે ધીંગાણુ થતા એક મહિલા સહિત ૬ને ગંભીર ઈજા પહોંચતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

મારામારીના બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.જ્યાં તેઓએ રાઈફલ, કારતૂસ અને તીર કામઠા કબજે કર્યા હતા. ત્યારબાદ પોલીસે સિવિલ હોસ્પિટલ જઈ ઈજાગ્રસ્તોનું નિવેદન લખી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે શહેરમાં પોલીસ પેટ્રોલિગ પણ સઘન કરી દેવાયું છે.

(5:06 pm IST)