ગુજરાત
News of Friday, 20th November 2020

વડોદરા: કલોલની મોબાઈલ શોપમાં ચોરીને અંજામ આપનાર ગેગના બે સાગરીતોને પોલીસે વડોદરામાંથી ઝડપી પાડ્યા

વડોદરા:કાલોલ ખાતે મોબાઇલ શોપમાં ચોરી કરનાર ગેંગના બે સાગરીત વડોદરામાંથી ઝડપાઇ ગયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે,ગઇ તા.૧૧મીએ કાલોલ હાઇવે પર બે મોબાઇલ શોપમાં ચોરી કરવા આવેલા ચોરો પૈકી આજવારોડનો મુસ્તકીમ પકડાઇ જતાં બાકીના બે સાગરીતો રિક્ષામાં ભાગી છૂટયા હતા.

આ ચોરો આજવારોડ વિસ્તારમાં મોબાઇલ એસેસરિઝ વેચવા માટે ફરતા હોવાની વિગતોના પગલે એસઓજીએ તેમને ઝડપી પાડયા હતા.પકડાયેલાઓમાં રિક્ષા ચાલક રમીઝરાજા મલેક (રહે.ફાતેમા કોમ્પ્લેક્સ, આજવારોડ) અને ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલો આરિફ ફરિદમીયા અરદ (રહે.એકતાનગર,આજવારોડ)નો સમાવેશ થાય છે.

(5:05 pm IST)