ગુજરાત
News of Friday, 20th November 2020

વડોદરાના સહકારી મંડળીના અધ્યક્ષે કોર્પોરેશનના કોન્ટ્રાકટર સાથે મળી વેપારીઓ સાથે 70 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેર ની છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ અને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ગૌરવ રમાકાંત પવળે એ વડોદરાના કેટલાક વેપારીને રૂપિયા 70 લાખ જેવી માતબર રકમ નહીં આપી વિશ્વાસઘાત કર્યો હોવાની વિગતો બહાર આવી છે. જેમાં કેટલાક વેપારીએ વડોદરા પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.

વડોદરા બરાનપુરા વિસ્તારમાં રહેતા અને છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ અને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ગૌરવ પવળે એ વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ મેળવી વડોદરાના કેટલાક વેપારીઓ પાસેથી સિમેન્ટ કોંક્રીટ તેમજ પેવર બ્લોક વિગેરે ખરીદ કરી નાણાં પરત આપ્યા નહીં તેની સાથે લોન મેળવવાની કામગીરીમાં પણ હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

(5:03 pm IST)