News of Friday, 20th November 2020
રસેલા ગામ પાસે પુરઝડપે રીક્ષા ચલાવી એક્ટિવાને ટક્કર મારતા એકનું મોત,એકને ઇજા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના રસેલા ગામ પાસે રીક્ષાના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એકનું મોત થયું હતું જ્યારે એકને ઇજા થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગલભાઇ તલસીભાઇ વસાવાની ફરિયાદ મુજબ રસેલા પાસે રીક્ષા નંબર 9 -16-Y- 1199 નો ચાલકે પોટની રીક્ષા બેફામ હંકારી લઈ આવતા મંગલભાઈની એક્ટિવા ગાડી ને ટક્કર મારતા પાછળ બેઠેલા સુરેશભાઇ જયરામભાઇ વસાવા( ઉ.વ.૩૨ ) ( રહે. ઢોલાર)ને ગંભીર ઈજાઓ કરી સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું તેમજ રીક્ષા માં પાછળ બેઠેલા એક બહેન ને ઇજાઓ થઈ હોય રાજપીપળા પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(12:14 am IST)