ગુજરાત
News of Wednesday, 20th November 2019

નિત્યાનંદ આશ્રમ વિવાદ :સંચાલિકા પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાનાં પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર

પોલીસે કોર્ટમાં 10 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા

અમદાવાદ : બહુ ચર્ચિત નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા નામની આશ્રમની બે સંચાલિકાઓની પોલીસે ધરપકડ કરી હતી. આ બન્ને સંચાલિકાઓને મિર્ઝાપુર કોર્ટમાં રજુ કર્યાં હતાં. જેમાં 16 જેટલા કારણો રજુ કરી પોલીસે કોર્ટમાં 10 દિવસનાં રિમાન્ડ માંગ્યા છે. આ દરમિયાન બન્ને પક્ષનાં વકીલો વચ્ચે કોર્ટ રુમમાં બોલાચાલી થઈ ગઈ હતી. કોર્ટે આ કેસમાં 5 દિવસનાં રિમાન્ડ આપ્યાં છે.

ગુરૂકુળ કોના માર્ગદર્શન હેઠણ તેમજ મુખ્ય સંચાલક કોણ કોણ છે? તેની ઉંડાણ પુર્વક તપાસ કરવા
ગુરૂકુળના રેકોર્ડ રજીસ્ટેશન અંગે તપાસ કરતા આરોપી બહેનોએ રેકોર્ડ રજુ કરેલ નથી. આશ્રમના સંચાલીકા માં પ્રાણપ્રિયાએ બાળકોને રહેવાની વ્યવસ્થા તથા પાયાના શિક્ષણ અંગે ચોક્કસ માહિતી આપેલ નથી.

(9:02 pm IST)