ગુજરાત
News of Wednesday, 20th November 2019

ડભોઇ પંથકમાં નર્મદા નિગમ દ્વારા નખાયેલી ભૂગર્ભ પાઈપ લાઈનમાં ભંગાણ:પાણી ન મળતા પાક સૂકાયો

સિતપુર, વડજ, સાઠોદ, ગોમડી, કનાયડા, મોચા હબીપુરા, મંડળા, કોઠાપા બારીપુરા, અને છત્રાલ જેવા ગામ પાણીની વંચિત

વડોદરા : ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને ખેતીકામ માટે પાણી મળી રહે તે માટે નર્મદા નિગમ દ્વારા ભૂગર્ભ પાઈપલાઈન નાખવામાં આવી છે.પરંતુ પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી નહીં મળતા પાક સુકાયો છે

   સિધ્ધપુર થી છત્રાલ 17 કિમી લાંબી કેનાલમાંથી બે હજાર હેક્ટર જમીનને ખેતીકામ માટે પાણી મળે તેવા આયોજનથી ભૂગર્ભ પાઈપ લાઈન નાખવામાં આવી છે. પરંતુ આ પાઈપલાઈન તકલાદી હોવાને લીધે તેમા ભંગાણ સર્જાયું છે.

    આ વિસ્તારના સિતપુર, વડજ, સાઠોદ, ગોમડી, કનાયડા, મોચા હબીપુરા, મંડળા, કોઠાપા બારીપુરા, અને છત્રાલ જેવા ગામના ખેડૂતોને ખેતરમાં પાણી નહીં મળતા  જેથી કપાસ અને દિવેલાનો પાક સુકાઈ રહ્યો છે. બીજી તરફ ખેડૂતો નર્મદા નિગમ દ્વારા પાણી મળશે તેવી આશા સેવીને બેઠા છે

(8:01 pm IST)