ગુજરાત
News of Wednesday, 20th November 2019

શંખેશ્વર ગ્રામ પંચાયત અને રીલાયન્સ ફાઉન્ડેશનના દ્વારા ગ્રામીણ વિકાસ અંતર્ગત સર્વાંગી વિકાસલક્ષી આયોજન:વાલ્મીકિ સમાજના ફળિયામા રાત્રી મીટીંગ યોજાઈ

શંખેશ્વર : મહિલા વિકાસ અને ગામ વિકાસ મા લોકભાગીદારી અને મહીલા વિકાસ બાબતે પંચાયત દ્વારા રાત્રી મીટીંગ નુ આયોજન  થયેલ હતું બહેનો તથા ભાઈઓ સાથે આયોજીત  આ મીટીંગ મા વાલ્મિકી સમાજના વિકાસ માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં ખાસ કરીને મહિલા વિકાસ માટે બચત મંડળ બનાવવું અને બચત મંડળ ના માધ્યમથી ગૃહ ઉદ્યોગ રોજગારી સફાઈ અળસિયાના ખાતર ના યુનિટ બાળકોના શિક્ષણ અને આરોગ્ય બાબતે ચર્ચા વિચારણા કરવા મા આવી હતી

ભાઈઓ ના પણ મંડળ બનાવી સમાજ ના વિકાસ માટે ધણા કાર્યો કરવા માટે યુવાનો સાથે ચર્ચા કરવામા આવી 

આ મીટીંગ મા સમાજના આગેવાનો દ્વારા પંચાયત ને વાલ્મીકી સમાજ ને બીપીએલ મા સમાવેસ કરવા અને આવાસ અને સરકાર તરફ થી પ્લોટ આપવાની ભલામણ પણ કરવામા આવી હતી, તેમજ શંખેશ્વર મા નિવાસી તમામ વાલ્મીકી સમાજ ના વિકાસ માટે આયોજન બનાવી સારા કાર્યો દ્વારા પંચાયત ના માધ્યમથી ગામ વિકાસ થાય એવા વિષયો સાથે ચર્ચા વિચારણા કરવામા આવી હતી

આ મીટીગ મા તાલુકા વિકાસ અધિકારી ડૉ કલ્પનાબેન ચૌધરી તાલુકા પંચાયત સદસ્ય જગદીશભાઈ  ડાભી રીલાયન્સ ફાઉન્ડેશન ના વ્રજલાલભાઈ રાજગોર મીસન મંગલમ વિભાગના ભરતભાઈ શાસ્ત્રી તેમજ ભુતપૂર્વ કન્યાશાળા ના આચાયૅ ખોડાભાઈ વઢેર એ હાજર રહી માહીતી માર્ગદર્શન આપેલ, હતું

(7:58 pm IST)