ગુજરાત
News of Wednesday, 20th November 2019

ભૈરવ અષ્ટમી નિમિત્તે વિરમગામમાં કાળભૈરવની ઉપાસના અને મંત્ર જાપ કરાયા

વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવના કિનારે પૌરાણિક કાળભૈરવ દાદાનું મંદિર આવેલું છે

વિરમગામ:અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં મંગળવારે રાત્રે ભૈરવ અષ્ટમી નિમિત્તે વિરમગામ શહેરના ગામજનોના કલ્યાણ માટે તથા ભુદેવો ના કલ્યાણ અર્થે ઐતિહાસિક મુનસર તળાવ ના કિનારે આવેલું પૌરાણિક કાળભૈરવ દાદાનું મંદિરના પ્રાંગણમાં કાળભૈરવની ઉપાસના અને મંત્ર જાપ કરવામાં આવ્યા હતા

  . વિદ્વાન ભુદેવો  ચંદ્રકાંત મોતીલાલ શુક્લ , શાસ્ત્રી  મનિષભાઇ મહેતા, ડો બિમલભાઇ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, યોગેશભાઈ રાવલ, યજ્ઞેશ રાવલ, શિવમ જોષી દ્વારા કાળભૈરવ ની ઉપાસના અને મંત્ર જાપ કરવામાં આવ્યા હતા અને ભૈરવ અષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

(7:57 pm IST)