News of Wednesday, 20th November 2019
આણંદ જિલ્લામાં પોલીસે ચાર અલગ-અલગ જગ્યાએ ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 17 શકુનિઓને રંગે હાથે ઝડપવામાં આવ્યા: 23 હજારનો મુદામાલ જપ્ત
આણંદ: જિલ્લામાં ચાર અલગ-અલગ શહેર-ગામમાંથી કુલ ૧૭ જેટલા જુગારીઓ ૨૩ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે પત્તા પાનાના જુગાર રમતાં ઝડપાઈ જવા પામતાં આ અંગે જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ શહેર પોલીસે ગઈકાલે મોડી સાંજના પોણા આઠેક વાગ્યાના સુમારે ગોપી સિનેમા સામે આવેલી ઈન્દિરાનગરીમાં છાપો મારીને સતીષભાઈ હરમાનભાઈ તડવી, કીરણ ઉર્ફે કેયુ નાનજીભાઈ વસાવા, કમલેશભાઈ મહેન્દ્રભાઈ તડવી, અજયભાઈ અંબાલાલભાઈ તડવી તથા નરેશભાઈ રણછોડભાઈ વસાવાને ઝડપી પાડીને રોકડા ૧૩૬૦ તેમજ ત્રણ મોબાઈલ સાથે કુલ ૯૮૪૦ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા.
(5:56 pm IST)