ગુજરાત
News of Wednesday, 20th November 2019

આણંદ તાલુકાના બામણ ગામે ખેતરમાં ગેરકાયદે ઘુસી 600 ફૂટ થોરની વાડ કાપી નાખનાર 4 શખ્સોને અદાલતે 2 વર્ષની સજાની સુનવણી કરી

આંકલાવ: તાલુકાના બામણ ગામે એક દલિતના ખેતરમાં ગેરકાયદેસર રીતે ઘુસી જઈને ગમે તેવી ગાળો બોલીને અપમાનિત કરી થોરની ૬૦૦ ફુટ જેટલી વાડ કાપી નાંખવાના ગુનામાં આણંદની અદાલતે એક જ પરિવારના ચારને તકશીરવાર કુલ બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો.

આ અંગેની મળતી વિગતો અનુસાર બામણ ગામના રોહિતવાસમાં રહેતા બાબુભાઈ પ્રભુદાસભાઈ રોહિતે ગામના જ રાવજીભાઈ સોમાભાઈ ચાવડા તથા ધીરજબેન ભુલાભાઈ પટેલની સંયુક્ત જાંબુડીયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર ૧૧૪૪વાળી જમીન ૬,૦૮,૦૦૦માં વેચાણ દસ્તાવેજથી રાખી હતી. બનાવના દોઢેક મહિના પહેલાં તેઓએ ૯ હજારના ખર્ચે ખેતરને ફરતે ૬૦૦ ફુટ લંબાઈની થોરની વાડ બનાવી હતી. તેમના ખેતરને અડીને કાંતિભાઈ મેલાભાઈ પટેલની ૧૧ ગુંઠા જેટલી જમીન આવેલી છે. જેથી કાંતિભાઈ આ જમીન પડાવી લેવા માટે અવાર-નવાર બાબુભાઈ સાથે ઝઘડાઓ કરતા હતા અને આ અંગે બાબુભાઈએ પોલીસ મથકે ફરિયાદો પણ કરી હતી.

(5:54 pm IST)