સુરતમાં વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી 17 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 61.90 લાખની છેતરપિંડી આચરનાર એજન્ટની ફરિયાદના આધારે ધરપકડ

સુરત: શહેરમાં વિદેશમાં વિઝા અને નોકરી અપાવવાની લાલચ આપી આઇએલટીએસની પરીક્ષા આપી રહેલા 17 વિદ્યાર્થીઓ પાસેથી રૂા. 61.90 લાખ પડાવી લેનાર ઘોડદોડ રોડના વેસ્ટફિલ્ડ શોપીંગ કોમ્પ્લેક્ષમાં મિ. એડવાયઝર-મિ.આઇ.હેલ્પ યુ નામે પાસપોર્ટ-વિઝા કન્સલટન્ટ સહિત ચાર જણાની ટોળકી પૈકી એકની પોલીસે ધરપકડ કરી છે.
પાલનપુર ન્યુ એલ.પી. સવાણી રોડ સ્થિત રાજ વલર્ડ નજીક રાજહંસ ટાવરમાં રહેતા વર્ષાબેન અજય ગુલવાની ઘોડદોડ રોડ સ્થિત વેસ્ટફિલ્ડ શોપીંગ કોમ્પ્લેક્ષમાં ઓવરસીસ એજ્યુકેશન નામે આઇઇએલટીએસ (ધ ઇન્ટરનેશનલ ઇગ્લીંસ લેન્ગવેજ ટેસ્ટીંગ સિસ્ટમ) ના કલાસ ચલાવતા હતા. બંન્ને જણાએ પણ હાથ ઉંચા કરી લેતા વર્ષાબેને એક મહિના અગાઉ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત ઉમરા પોલીસે મિલાપ મેંદપરાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.