ગુજરાત
News of Wednesday, 20th November 2019

ઠાસરા તાલુકાના કાલસર નજીક પસાર થતી કેનાલ પરનો રોડ જર્જરિત હાલતમાં જોવા મળ્યો: લોકોને અવરજવર કરવામાં હાલાકી

ઠાસરા: તાલુકાના કાલસર ગામથી નેશ ગામ પાસેથી પસાર થતી મુખ્ય કેનાલ પરનો રોડ  જર્જરીત થયો છે.આ મુખ્ય કેનાલના રસ્તાનો ઉપયોગ આસપાસના ૨૫ થી વધુ ગામના હજારો લોકો કરે છે.રસ્તો જર્જરીત થવાના કારણે સ્થાનિકો અને રાહદારીઓ મુશ્કેલીઓમાં મુકાયા છે.

કાલસર ગામથી નેશ ગામ પાસેથી પસાર થતી મહી કેનાલ પરનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી જર્જરીત બન્યો છે.તાલુકાના ૨૫ થી વધુ ગામોના લોકો આ જાહેર માર્ગનો ઉપયોગ આવન-જાવન માટે કરે છે.તેમજ તાલુકાના રખીયાલ, કાલસર, નેશ, ભદ્રાસા, હરખોલ, મંજીપુરા, જેસાપુર, કોટલીડોરા, રાઠોડપુરા અને રાણીયા ગામ સુધીના ગામો ડાકોર-રાણીયા રેલ્વે ફાટકથી ૧૫ થી ૨૦ કિ.મી ના અંતરે આવેલા છે.મહીકેનાલ ઉપરનો પુલ છેલ્લા કેટલાય સમયથી જર્જરીત થવાના કારણે ગામોના લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

(5:50 pm IST)