ગુજરાત
News of Wednesday, 20th November 2019

સુરતમાં મનપાદ્વારા ફાયર સેફટીની સુવિધા વગરની 184 દુકાનોને સીલ કરવામાં આવી

સુરત: શહેરમાં  મ્યુનિ.એ સરથાણા દુર્ઘટના બાદ તમામ કોમશયલ મિલકતોમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા નોટિસ આપી હોવા છતા તેનો અમલ નહી કરાતા આજે રીંગરોડ વિસ્તારમાં 184 દુકાનો સીલ કરી દીધી હતી.

સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે આજે રીંગ રોડ વિસ્તારમાં આવેલી દુકાનોમાં ફાયર સેફ્ટીની ચકાસણી હાથ ધરી હતી. આ ચકાસણી દરમિયાન સુપ્રીમ માર્કેટમાં રેસ્ટોરન્ટ સહિત 70 જેટલી દુકાનોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી સીલ કરાઇ છે. અહી એક રેસ્ટોરન્ટને પણ સીલ કરાઇ છે.

(5:48 pm IST)