ગુજરાત
News of Wednesday, 20th November 2019

સુરતના મોટા વરાછા નજીક 100 જેટલા વૃક્ષો થડમાંથી કાપી નાખતા એસએમસીનું બાગ બગીચા ખાતું ઊંઘતું ઝડપાયું:અજ્ઞાત પર્યાવરણ પ્રેમીઓએ ફરિયાદ દાખલ કરાવી

સુરત: શહેરના મોટા વરાછા મહાદેવ ચોક વિસ્તારમાં તાપી નદીના પાળા પર એક-બે નહિ પરંતુ 100 જેટલા જંગલી વૃક્ષો થડમાંથી કાપી નાંખતા એસએમસીનું બાગ બગીચા ખાતું ઉંઘતું ઝડપાયું છે. આશ્ચર્યની બાબત એ છે કે અજ્ઞાત પર્યાવરણ પ્રેમીએ આ અંગે ફરિયાદ કર્યા બાદ પણ એક મહિના સુધી અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ઘોરતા રહયા હતા.

મોટા વરાછાના મહાદેવ ચોક રોડ અને મારૃતિ ચોક વચ્ચેના રિવર ફ્રન્ટ રોડ પર ગત મે મહિનાની તા. 9 પહેલા કોઇક અજ્ઞાાત વ્યક્તિ દ્વારા એક-બે નહિ પરંતુ 100 જેટલા વૃક્ષોને થડમાંથી કાપી નાંખી નિકંદન કાઢી નાંખ્યું હતું. પોતાના અંગત હિતમાં 100 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું હતું પરંતુ એસએમસીના બાગ બગીચા વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ ગંધ સુધ્ધા આવી ન્હોતી. જો કે કુંભકર્ણની જેમ નિંદ્રાધીન એસએમસીના બાગ બગીચા વિભાગને સ્થાનિક વિસ્તારના પર્યાવરણ પ્રેમી અને જાગૃત નાગરિક ગત તા. 13 મે ના રોજ ચોકબજાર ગાંધી બાગ ખાતે આવેલી એસએમસીના બાગ બગીચા વિભાગને અરજી કરી હતી.

(5:48 pm IST)