ગુજરાત
News of Wednesday, 20th November 2019

વડોદરામાં પત્નીને ભરણપોષણ ન ચુકાવનાર એન.આઈ.આર પતિ વિરુદ્ધ પત્નીએ કોર્ટમાં અરજી કરી: 50 મહિનાની કેદની સુનવણી

વડોદરા: શહેરમાં પત્નીને ભરણપોષણ નહી ચૂકવતા પતિ સામે પત્નીએ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ પતિ અને તેના કુટુંબીજનો વોરંટથી બજવણી ટાળી રહ્યા હતા. છેવટે અદાલતે પતિને ૫૦ મહિનાની કેદની સજા કરી છે.

આ અંગેની વિગત એવી છે કે સુશેન- તરસાલી રીંગ રોડ પરથી  સોસાયટીમાં રહેતી કામિની નામની યુવતીના લગ્ન એન.આર.આઈ. વિરલ જગદીશભાઈ પટેલ સાથે થયા હતા. જેમનું મૂળ વતન કરમસદની સંતરામ સોસાયટીમાં છે. પતિ- પત્ની વચ્ચે વિવાદ થતા પત્નીએ પતિ વિરૃધ્ધ ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ મેળવવાની અરજી કરી હતી. જે અરજી સંદર્ભે કોર્ટે ગત તા.૨૫-૧૧-૨૦૧૭ના રોજ એવો હુકમ કર્યો હતો. કે પતિ દ્વારા પત્નીને દર મહિને ૨૫ હજાર રૃપિયાનું  ભરણપોષણ ચૂકવવામાં આવે.

(5:47 pm IST)