ગુજરાત
News of Wednesday, 20th November 2019

દેશની સૌથી મોટી સ્પેલિંગ સ્પર્ધાની ૧૨મી સિઝનનું પુનઃ આગમનઃ આકર્ષિત ઈનામો અપાશે

કલાસમેટ સ્પેલ બી દ્વરા આયોજન : ધો.પ થી ૯ના ઓનલાઇન અરજી કરી શકાશે

અમદાવાદ તા.૨૦: આઇટીસીની ભારતતની નંબર વન નોટ બુક બ્રાન્ડ કલાસમેટ અને રેડીયો મિરચી દ્વારા આયોજીત ભારતની સૌથી મોટી સ્કૂલ સ્પેલિંગ  સ્પર્ધા કલાસમેટ સ્પેલ બી સિઝન ૧૨નુ પુનઃ આગમન થયુ છે. આ સ્પર્ધામાં ભારતના  શ્રેષ્ઠ સ્પેલર્સનું પોતાની શકિત ઓળખવાની અને પોતાની અને પોતાની અજોડ સ્પેલીંગ સ્કીલ્સ માટે માન્યતા મેળવવાની તકનુ પ્લેટફોર્મ સાંપડે છે. કલાસમેટ સ્પેલ બી સિઝન ૧૨માં દેશના ૩૦ શહેરોના ૧૦૦૦થી વધુ શાળાઓમાં ધો.૫થી ધો.૯ના ૫,૦૦,૦૦૦થી પણ વધુ વિદ્યાથીઓને આવરી લેવામાં આવશે.

કલાસમેટ સ્પેલ બી સિઝન ૧૨માં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ www.classmatespelbe.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સ્પર્ધાનાં ટોચના ૧૬ સ્કોરરોને ટેલિવિઝન પર આવનારી નેશનલ ફાયનલ્સમાં ચમકવાની તક મળશે.

આઇટીસીની એજ્યુકેશન અને સ્ટેશનરી પ્રોડકટસ બિઝનેશના ચીફ ચીફ એકિઝકયુટિવ શ્રી શેલેન્દ્ર ત્યાગીએ  આ પ્રસંગે જણાવ્યુ હતુ  કે કલાસમેટ માને છે કે પ્રત્યેક બાળક અજોડ છે અને તેવી જ રીતે પ્રત્યેક શબ્દ. આથી આ  વર્ષની સ્પર્ધામાં 'યુનિકનેસ'ની થીમ રાખવામાં આવી છે. આ વર્ષે આ સ્પર્ધામાં અમે વધુ વિદ્યાર્થીઓને આવરી શકીએ તેવુ આયોજન કર્યુ છે. MyclassmateApp અને સમર્પિત વેબસાઇટ દ્વારા વિદ્યાર્થીઓનુ પોતાનુ નામ નોંધાવવામાં અને સ્પર્ધા માટે તૈયારી કરવામાં સરળતા રહેશે.

એન્ટરટેઇનમેન્ટ નેટર્વક(ઈ.)લિ.ના સીઈઓ શ્રી યતિશ મહર્ષિના જણાવ્યા અનુસાર 'પ્રત્યેક વર્ષ સ્પેલ બી વધારે ને વધારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને સાંકળી લે છે. શરૂઆતમાં માત્ર સ્પેલિંગ સ્પર્ધા તરીકે શરૂ થયેલી આ ઈવેન્ટ ર્સ્વાધિક સ્તરે અંગ્રેજી ભાષા માટેની સિમાચિન્હરૂપ ઈવેન્ટ બની ગઇ છે. સ્પેલ બી એક બ્રાન્ડ તરીકે વિદ્યાર્થીઓને પોતાની સુધારેલી સ્કીલ્સ પ્રદર્શીત કરવાની અને ભાષામાં પ્રભુત્વ મેળવવાની તકનું પ્લેટફોર્મ પુરૂ પાડે છે. '

કલાસમેટ સ્પેલ બી સિઝન પરના નેશનલ ચેમ્પિયનને રૂ. ૨,૦૦,૦૦૦નું ગ્રાન્ડ પ્રાઇઝ અને વ્હાઇટ હાઉસની ટ્રીપ તેમજ નેશનલ ટેલિવિઝન પર ચમકવાની તક મળશે. ચાર સેમી ફાઇનલ અને પ્રત્યેકને  રૂ. ૫૦,૦૦૦ સુધીના પ્રાઇઝ જીતવાની તક મળશે.

આ સ્પર્ધાના શરૂઆતના  ગાળામાં બાળકને સ્કૂલના સ્પેલીંગ ટેસ્ટની ઓન ગ્રાઉન્ડ એકસસાઇઝ કરાવવામાં આવશે. સ્કુલ લેવલ અને ઓનલાઇન એપ્લીકન્ટસના ટોપ સ્કોરર્સ આગળ જતા સીટી ફાયનલ રાઉન્ડમાં અને ત્યારબાદ શ્રેષ્ઠ પરફોર્મ કરનારા સ્ટુડન્ટસ સેમી ફાઇનલમાં સ્પર્ધા કરશે. પ્રત્યેક શહેરના ટોપ ૧૦ વિદ્યાર્થીઓ ઓનલાઇન ટેસ્ટમાં ભાગ લેશે. જેમાંથી ભારતભરમાંથી શ્રેષ્ઠ ૧૬ સ્પેલર્સની પસંદગી કરવામાં આવશે. આ સ્પર્ધકોમાં છેવટે ગ્રાઉન્ડ ફાયનલમાં ટકરાશે.

(3:35 pm IST)