ગુજરાત
News of Wednesday, 20th November 2019

કેવડિયા કોલોનીના સફારી પાર્કમાં લવાયેલા જિરાફ અને ઈમ્પાલા સહીત ચાર પ્રાણીઓના મોત !! તંત્ર મૌન

સફારી પાર્કના વહીવટી તંત્રની બેદરકારી કે અન્ય કારણ : ઉઠતા સવાલ

નર્મદા : કેવડિયા કોલોનીમાં આવેલા સફારી પાર્કમાં જિરાફ અને ઈમ્પાલા સહિત ચાર પ્રાણીઓના મોત થયા છે. સફારી પાર્કમાં મોટા ઉપાડે વન્ય પ્રાણીઓને લાવવામાં આવ્યા. જોકે, સફારી પાર્કમાં ફરજ બજાવતા અધિકારીઓ વન્યજીવોની સારસંભાળ રાખવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે આ મામલે અધિકારીઓ કોઈપણ પ્રકારનું નિવેદન આપવા માટે તૈયાર નથી.

સફારી પાર્કે વિદેશમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી વન્યપ્રાણીઓને વસાવ્યા છે. આ જિરાફ જેમની પાસેથી ખરીદવામાં આવ્યા છે તે હૈદરાબાદ અને કેરળના હતા. આ પ્રાણીઓને ગુજરાત લાવવામાં આવ્યા ત્યારે તેમને કોરેન્ટાઈનની પ્રક્રિયામાંથી પણ પસાર કરવામાં આવ્યા નહોતા. ત્યારે જિરાફ અને ઈમ્પાલા સહિત ચાર પ્રાણીઓના મોતથી સફારી પાર્કના વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે.

(1:41 pm IST)