ગુજરાત
News of Wednesday, 20th November 2019

રાજય સરકારના નિર્ણય બાદ રાજયની ૧૬ ચેકપોસ્ટ બંધ

આર.ટીઓ ચેકપોસ્ટ હવે ભૂતકાળઃ જામનગર-ખંભાળીયા હાઇ-વે ઉપર તાળા મારી દેવાયા

જામનગરઃ સહિત ગુજરાતની ૧૬ ચેકપોસ્ટ આજથી બંધ કરવામાં આવી છે. જામનગર-ખંભાળીયા હાઇવે પર સમર્પણ સર્કલ આગળ આવેલી ચેક પોસ્ટને આજે તાળા મારી દેવામાં આવ્યા છે. જામનગરમાં ચેકપોસ્ટ તો બંધ થઈ છે. પરંતુ વાહન વ્યવહારના નિયમન માટેઙ્ગ ૨ ચેક પોઇન્ટ ઉભા કરાયા છે. ગુજરાતમાં પણ કુલ ૫૮ ચેક પોઈન્ટ પર આર.ટી.ઓ.દ્વારા નિયમોનું પાલન કરવામાં આવશે.(તસવીરઃ કિંજલ કારસરીયા,જામનગર)

ગાંધીનગર, તા.૨૦: મુખ્યપ્રધાન શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં, રાજયના તમામ ચેકપોસ્ટ નાબુદ કરવા તથા લર્નિંગ લાઇસન્સ ITI અને પોલીટેકિનક કોલેજોમાંથી ઇસ્યુ કરાવા જેવા મુદ્દા સામેલ છે. આજથી રાજયની તમામ ચેકપોસ્ટ નાબૂદ થઈ જશે.

રાજયમાં નવા ટ્રાફિક નિયમને લઈને રાજયની RTOમાં કામનું ભારણ વધ્યું હતું. જેને લઈને રાજય સરકાર દ્વારા કાચા લાયસન્સની કામગીરી હવે ITI અને રાજય સરકારની પોલોટેકિનક કોલેજમાંથી ઇસ્યુ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે રાજયની સરહદ પર આવેલ RTOના તમામ ચેકપોસ્ટ પણ રદ કરવા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી છે. જયારે ઇટીવી ભારતે ૨૩ સપ્ટેમ્બરના રોજ પ્રસિદ્ઘ કરેેલા અહેવાલમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ મહોર મારી હતી. જેમાં હવે RTO અધિકારીઓ દ્વારા પો.ઓ.એસ. મશીનથી દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ટ્રાન્સપોર્ટ વાહનો પસંદગીના નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, ટેક્ષ અને ફી ની ચૂકવણી અરજદાર RTO કચેરીએ રૂબરૂ મુલાકાત સિવાય ઘેરબેઠાં આ સેવાઓ મેળવી રહ્યા છે.

વર્ષ ૨૦૦૯-૧૦ પછીના ડ્રાઇવીંગ લાયસન્સ ધારકો, રીન્યુઅલ ડ્રાઇવીંગ લાયસન્સ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સ સંબંધિત માહિતી, રીપ્લેશમેન્ટ ઓફ ડ્રાઇવીંગ લાયસન્સ જેવી કુલ ૦૪ સેવાઓ મળશે.

વર્ષ ૨૦૦૯-૧૦ પછીની આર.સી.બુક ધરાવતા વાહન માલિકો ડુપ્લીકેટ આર.સી. બુક, વાહન ઇર્ન્ફમેશન અને હાઇપોથીકેશન રીમુવલ કુલ ૩ સેવાઓ. મળીને ૭ સેવાઓ ફેશલેશ થશે. આ બંન્ને સેવાઓ મળી રાજયના કુલ ૧૭.૫૫ લાખ લોકોને લાભ થશે.

હેન્ડ હેલ્ડ ડીવાઇસના ઉપયોગ દ્રારા ય્વ્બ્ના કામગીરીમાં પારદર્શકતા, કાર્યક્ષમતા આવશે. એન્ફોર્સમેન્ટની કામગીરી મનસ્વીપણે નહીં થઇ શકે. ગુનાવાર દરોની ગણતરી ઓટોમેટીક થશે. દંડ કરવાની કાર્યવાહી મન ઘડત રીતે કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે ઇટીવી ભારત દ્વારા સપ્ટેમ્બર માસમાં પીઓએસ મશીનથી ઓનલાઈન દંડ, ચેક પોસ્ટ નાબુદી અને આરટીઓને લગતો અહેવાલ પ્રસિદ્ઘ કરવામાં આવ્યો હતો. જેમાં આખરે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ મહોર મારી છે.

(1:11 pm IST)