ગુજરાત
News of Wednesday, 20th November 2019

આબુમાં ૧૫ વર્ષ બાદ કોંગ્રેસનું શાસનઃ ભાજપનો સફાયો : કોંગ્રેસીજનો ગાંડતુર

કુલ ૨૫ સીટોમાંથી ૧૮ કોંગ્રેસ, છ ભાજપ અને એક અપક્ષના ફાળે : છેલ્લા ૧૫ વર્ષથી ભાજપનું પ્રભુત્વ હતું

જયપુર : રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભાજપે ૧૫ વર્ષ બાદ સત્ત્।ા ગુમાવી છે. નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને કિલનચીટ મળતા ભાજપે સત્ત્।ા ગુમાવી છે. માઉન્ટ આબુમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાજપનું પ્રભુત્વ હતું. જોકે આ વખતે કોંગ્રેસે ૧૫ વર્ષથી ભાજપ પાસે રહેલી સત્ત્।ા છીનવી લીધી છે.

માઉન્ટ આબુની નગર પાલિકા વર્ષ ૧૮૬૬થી અસ્તિત્વ ધરાવે છે. અંગ્રેજોના શાસન કાળ સમયે પણ માઉન્ટ આબુ નગર પાલિકા સ્વતંત્ર હતુ. માઉન્ટ આબુની કુલ ૨૫ સીટોમાંથી ૧૮ કોંગ્રેસ, છ ભાજપ અને એક અપક્ષના ફાળે ગઈ છે. કોંગ્રેસને સત્ત્।ા મળતા કાર્યકરોએ આતશબાજી સાથે જીતની ખુશી મનાવી હતી.

(11:40 am IST)