ગુજરાત
News of Tuesday, 20th November 2018

રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપી 11.87 કરોડની છેતરપિંડી આચરનાર કંપનીના બે શખ્સો પોલીસના સકંજામાં

અમદાવાદ:રોકાણકારોને ઉંચા વ્યાજની લાલચ આપીને ૧૧.૮૭ કરોડની છેતરપિંડીના કેસમાં વાડજ પોલીસે કીમ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીના અધિકારીઓ આર.પી દશોરાજી અને મલય બેન્કરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓનાં ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે.

  આ અંગે મણીનગરમાં રહેતા એજન્ટ પ્રિતીન ગોરધનભાઈ પટેલએ કીમ ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલોપમેન્ટ લિમીટેડ, નેક્ટર કોમર્શિયલ એસ્ટેટ અને હેલ્પ ફાયનાન્સ લિમીટેડ નામની કંપનીના ડિરેક્ટરો અને પ્રમોટરો આર.પી.દશોરાજી, મલય બેનરજી, કંચન દત્તા, રવિન્દ્રસિંગ સીંધુ, કે.એસ.બલ, ખજાનસિંઘ અને પ્રિતેષ મહેતા વિરૃધ્ધ ૧૮ નવેમ્બરના રોજ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

(5:37 pm IST)