ગુજરાત
News of Tuesday, 20th November 2018

તાપી-વ્યારાના કાણઝા ગામે ટ્રક અડેફેટે શાળાના ચાર બાળકો ઘાયલ ગ્રામજનો વિફરતા ચાલક નાશી ગયો

નદીમાંથી રેતી ભરીને સુરત તરફ જઈ રહેલા ટ્રક ચાલકે બાળકોને ઠોકરે ચડાવ્યા

તાપી-વ્યારાના કાણઝા ગામે ટ્રક ચાલકે શાળાના ચાર બાળકોને અડફેટે લીધા હતા. જો કે ગ્રામજનો વિફરતા ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. ચારે બાળકોને વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તમામની હાલત હાલમાં સ્થિર છે

  મળતી વિગતત મુજબ તાપી નદીમાંથી રેતી ભરીને સુરત તરફ જઈ રહેલા ટ્રક ચાલકે શાળા છૂટીને ઘરે જઈ રહેલા ચાર જેટલા બાળકોને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે અજાણ્યાં ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:04 am IST)