ગુજરાત
News of Sunday, 20th October 2019

અમદાવાદના વટવામાં મિત્રને છોડાવવા ગયેલ યુવકની હત્યા : બંને ભાઈઓ હત્યા કરીને ફરાર

અમદાવાદના વટવા સદાની ધાબી વિસ્તાર નજીક એક યુવકની હત્યા કરી દેવાઇ છે  શારુખ ઝલેલા અને સોહેબ ઝલેલા નામના બે સગા ભાઈઓ હત્યા કરીને ફરાર થઇ ગયા છે

  . જાણવા મળ્યા મુજબ આરોપી બંને ભાઇઓનો ઝઘડો થયો ત્યારે મિત્રને છોડાવવા વચ્ચે પડનાર 18 વર્ષીય યુવકને આ બંને ભાઇઓએ છરીના ઘા ઝીંકીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જેમાં ઇજા પામનાર યુવકને હોસ્પિટલ ખસેડાયો પરંતુ તેને સારવાર મળે તે પહેલા તેનું મોત થઇ ગયું હતું.

(10:53 pm IST)