ગુજરાત
News of Sunday, 20th October 2019

અમદાવાદના રામોલ પીએસઆઇ પર હુમલો કરનારા નાસી છુટેલા મુખ્ય આરોપી અક્ષય સહીત બે ઝડપાયા

બંને આરોપીઓ ગાયિકા ભૂમિ પંચાલનું પણ અપહરણ કરી ખંડણી માંગી હતી.

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસના હુમલાના મુખ્ય આરોપી અક્ષય ભુરીયો અને અજીત વાઘેલાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તથા બંને આરોપીઓ ગાયિકા ભૂમિ પંચાલનું પણ અપહરણ કરી ખંડણી માંગી હતી. પૂર્વ પણ બંને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવનાર છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ભરવાડ પર થોડાક સમય પહેલા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસના ડી સ્ટાફ બાતમીદારો દ્વારા આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.ત્યારે 10 ઓક્ટોબરના રોજ રાત્રિના સાડા નવ વાગે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની પર છરી વળે હુમલો કરવાનો બનાવ બન્યો હતો. તેથી રામોલ પોલીસ સ્ટેશન દ્વારા 164 , 333 હજાર 307 ,114, 120b ,212 જિલ્લા પોલીસ એક્ટ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અગાઉ રાહુલ ભુરીયા વિસ્તારમાં રહેતા ભૂમિબેન જે ગાયક કલાકાર હતા તેમને છરી બતાવી તેમની કારમાં જ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું તથા ખંડણી પેટે એક લાખ રૂપિયા પણ માંગવામાં આવ્યા હતા ત્યારે 364 384 294 ખ તથા અન્ય કલમ પણ દાખલ કરવામાં આવી હતી આ બંને ગુનામાં આરોપી તરીકે અજીત હમીર સિંહ વાઘેલા તથા અજય ભુરીયો ગુનો દાખલ કરી કરી તપાસ હાથ ધરવામાં આવતા તે ભાગી છૂટયા હતા આ ગુના ને સબંધી cp ઓફિસ ઓફિસ તથા બાતમીદારો ની મદદથી યોગ્ય દિશામાં અસરકારક કાર્યવાહી કરી ત્રણ ટીમો બનાવી આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા

(10:28 pm IST)