ગુજરાત
News of Sunday, 20th October 2019

વલસાડમાં અચાનક મેઘરાજાએ એન્ટ્રી મારતા 15થી વધુ વાહનો સ્લીપ

વલસાડ : વલસાડના ઉમરગામમાં વરસાદી માહોલ જામ્યો છે. અને ઝરમર વરસાદમાં 15થી વધુ વાહનો સ્લીપ થઈ ગયા છે. સંજાણ ઉમરગામ પાસે બિલ્ડિંગનું કામકા જ ચાલી રહ્યુ છે. ત્યારે રસ્તા પર કાદવ જોવા મળી રહ્યો છે. અને બાદમાં વરસાદ થતા સમગ્ર રસ્તો ચીકણો બન્યો છે. અને વાહનચાલકો સ્લીપ ખાઈ જતા જોવા મળ્યા છે. જોકે બાદમાં ફાયર વિભાગની ટીમ પહોંચી અને રસ્તો ધોવાની કામગીરી કરી.

(12:01 pm IST)