News of Saturday, 19th October 2019
વલસાડમાં રીક્ષા ડિટેઇન થતા ચાલકે પોલીસ સ્ટેશન બહાર ગળે ચપ્પુ રાખીને આત્મહત્યાની ચીમકી આપી
આખરે પોલીસે રિક્ષા ચાલકને સમજાવી રિક્ષા પરત કરી
વલસાડમાં ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરતા રિક્ષા ચાલકે ધમાલ મચાવી અને ગળે ચપ્પુ રાખી આત્મહત્યાની ચીમકી આપીને નાટક કર્યું હતું. સેલવાસ પોલીસ સ્ટેશનની બહાર જ રિક્ષા ચાલકે નાટક કરતાં રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
આ અંગે મળતી વિગત મુજબ અઠવાડિયા અગાઉ પોલીસે રિક્ષા ડિટેઈન કરી હતી, બાદમાં રિક્ષા છોડાવવા પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા છતાં જવાબ ન મળતાં રિક્ષા ચાલકે આત્મહત્યાનું નાટક રચ્યું હતું. જો કે આખરે પોલીસે રિક્ષા ચાલકને સમજાવી રિક્ષા પરત કરી હતી.=
(12:58 am IST)