ગુજરાત
News of Saturday, 20th October 2018

કાલે GSPC વર્ગ-1 અને 2ની પ્રિલિમની પરીક્ષા: 2 ,94 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

પ્રથમ પેપર સવારે 11થી બપોરે 1 કલાક :બીજું પેપર બપોરે 3થી 5 કલાક સુધી લેવાશે

ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા રાજ્યભરમાં કાલે રવિવારે ક્લાસ વન અને ટૂની પ્રિલિમ પરીક્ષા યોજાશે. જુદી-જુદી કુલ 294 જગ્યાઓ માટે આ પરીક્ષા યોજાશે રાજ્યભરમાંથી કુલ 2 94 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે અમદાવાદમાંથી 46 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા બેસવાના છે. તંત્રએ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 

પ્રિલિમ પરીક્ષામાં બે પેપર રહેશે. પ્રથમ પેપર સવારે 11થી બપોરે 1 કલાક સુધી જ્યારે બીજું પેપર બપોરે 3થી 5 કલાક સુધી લેવાશે. મુખ્ય પરીક્ષા આગામી ફેબ્રુઆરી 2019માં યોજાશે. પરીક્ષા લેવાનાર તમામ સ્થળોએ આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ તૈયારી કરી લીધી છે. 

(11:41 pm IST)