ગુજરાત
News of Saturday, 20th October 2018

રાજ્યમાં સ્વાઈનફ્લૂની સાથે ઝીકા વાયરસનો મંડરાતો ખતરો :આરોગ્યતંત્ર એલર્ટ :1800 સગર્ભા મહિલાના આરોગ્યની તપાસ

 

અમદાવાદ :રાજ્યમાં ઝીકા વાયરસ ફેલાય તે માટે રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. રાજ્યમાં આરોગ્ય  વિભાગ દ્વારા વિવિધ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં એકપણ ઝીકાનો કેસ નોંધાયો નથી. તેમ છતા આરોગ્ય વિભાગે રાજ્યમાં જુદ જુદા જિલ્લામાં કુલ 1800 જેટલી સગર્ભ મહિલાના સ્વાસ્થ્યની તપાસ કરી છે,

જોકે એક પણ સગર્ભા મહિલામાં ઝીકા વાયરસની અસર જોવા મળી નથી. રાજસ્થાનમાં ઝીકાની અસરને ધ્યાનમાં રાખીને સરકારે રાજસ્થાન બોર્ડને અડીને આવેલા ગામડાઓમાં તપાસની કામગીરી શરૂ કરી છે. ત્યારે આરોગ્ય વિભાગે ઝીકા વાયરસને લઈને જિલ્લા આરોગ્ય કેન્દ્રને એલર્ટ રહેવાના આદેશ પણ આપ્યા છે.

 

(11:24 pm IST)