News of Saturday, 20th October 2018
અમદાવાદ પોલીસે નવરાત્રી દરમ્યાન મહિલાઓની છેડતી કરનાર 9 રોમિયોની અટકાયત કરી
અમદાવાદ: નવરાત્રી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં છેડતીના બનાવો બનતા હોય છે. જેને પગલે પોલીસે વિશેષ ટીમો બનાવીને છેડતી કરનારા ૨૭૮ જણાને ઝડપી લીધા હતા. તે સિવાય દારૃ પીધેલી હાલતમાં ૪૩૮ શખ્સોની ધરપકડ કરી હતી.
દારૃ પીધેલી હાલતમાં ૪૩૮ શખ્સોની ધરપકડ કરતી પોલીસ
નવરાત્રીમાં પાર્ટી પ્લોટ, ક્લબોમાં મહિલાઓની છેડતીના બનાવો બનતા હોય છે. તે સિવાય ખાણીપીણીના ઠેકાણે પણ છેડતીના બનાવો બનતા હોય છે. પોલીસે આવા બનાવો અટકાવવા વિશેષ ટીમો તૈયાર કરી હતી. તે સિવાય મહિલા પોલીસ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આ ઠેકાણે ફરજ બજાવતી હતી.
જેમાં પોલીસે વિવિધ ઠેકાણે મહિલાઓની છેડતી કરનારા કુલ ૨૭૮ શખ્સોને ઝડપી લીધા હતા. તેમની વિરૃધ્ધ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
(5:48 pm IST)