અમદાવાદના સોલામાં મશીનરીના પૈસા લઇ છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદ:સોલામાં રહેતી એક વ્યક્તિએ ઈસનપુરમાં આવેલી એક ફેક્ટરીમાંથી ૫૫ લાખ રૃપિયાની મશીનરી ખરીદવા નાણાં ચુકવ્યા હતા. જોકે બે શખ્સોએ તેમને મશીનરી ન મોકલીને છેતરપિંડી કરતા તેમની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
નારોલ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
આ બનાવની વિગત મુજબ સોલામાં આઈસીબીસીટી વંદેમાતરમ ટાઉનશીપમાં રહેતા કૃણાલભાઈ પટેલએ ઈસનપુર ચાર રસ્તા પાસે નાથાલાલ એસ્ટેટમાં આવેલી ક્રેનેક્ષ એન્જીનીયર્સ નામની ફેકટરી ખાતે મશીનરી ટુલ્સ કોટેશન મુજબ રૃ. ૫૫,૧૯,૪૫૫ ચુકવ્યા હતા. જોકે આરોપીઓ આકાશ ઉર્ફે રાજદેવકીનંદન બાંગા અને અમિત દેવકીનંદન બાંગાએ મશીનરી ન મોકલીને છેતરપિંડી કરી હતી. આ અંગે કૃણાલભાઈએ તેમની સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.