ગુજરાત
News of Saturday, 20th October 2018

માતર તાલુકા નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં રાહદારીને ગંભીર ઇજા

માતર: તાલુકાના રધવાણજમાં આવેલ એક ખેતરમાં રહેતાં ખુમાનભાઈ વરસંગાભાઈ બારૈયા ગત બુધવારના રોજ રધવાણજ ચોકડી પાસે આવેલ શંકરાચાર્ય મંદિર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે નં ૮ પરથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન રાધવાણજ ટોલટેક્ષથી આગળ ચોકડી તરફ જતાં મોટરસાઈકલ નં જીજે ૨૩ બીએસ ૪૬૭૭ ના ચાલકે પોતાનું મોટરસાઈકલ રોંગ સાઈડમાં ચલાવી ખુમાનભાઈને પાછળથી ટક્કર મારતાં સર્જાયેલ અકસ્માતમાં ખુમાનભાઈને શરીરે ઈજા થઈ હતી. આ બનાવ અંગે માતર પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:46 pm IST)