ગુજરાત
News of Saturday, 20th October 2018

ઠાસરા તાલુકાના આગરવા નજીક દારૂની વહેંચણી કરનાર બુટલેગરની રંગે હાથે ધરપકડ

ઠાસરા:તાલુકાના આગરવા નજીક આવેલા જાદવપુરામા રહેતો વિષ્ણુભાઈ ચીમનભાઈ જાદવ પંચમહાલ જિલ્લામાં દારૂ વેચવાની પ્રવૃત્તિ કરતો હતો. જેની સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેથી તે પોલીસથી બચવા નાસતો ફરતો હતો. દરમ્યાન ખેડા એલસીબીને હકીકત મળી હતી કે, વિષ્ણુભાઈ જાદવ ડાકોર નજીક આવ્યો છે જેથી પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડીને વેજલપુર પોલીસના હવાલે કર્યો હતો. 

(5:45 pm IST)