News of Saturday, 20th October 2018
કઠલાલ નજીક પોલીસે 5700ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી
કઠલાલ:ના ઈન્દિરાનગરી વિસ્તારમાં તળાવવાળા ફળીયામાં રહેતો યાસીનમીયાં ઉર્ફે મોન્ટુ ચૌહાણ પોતાના ઘરે વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની માહિતી ખેડા એલસીબી પોલીસને કઠલાલ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળી હતી. જેથી પોલીસે યાસીનમીયાં ચૌહાણના ઘરે દરોડો પાડતાં તેના ઘરમાંથી વિદેશી દારૂના ક્વાર્ટર નંગ-૪૮ કિંમત રૂ.૪૮૦૦ તથા બિયર ટીન નંગ ૯ રૂ.૯૦૦ મળી રૂ.૫૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી યાસીનની ધરપકડ કરી છે. અને કઠલાલ પોલીસમાં ફરીયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
(5:44 pm IST)