ગુજરાત
News of Saturday, 20th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બુર્જ ખલીફા ઈમારતની માફક દર્શાવામાં આવશે ફિલ્મ

અમદાવાદ :આગામી તારીખ 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવશે. ત્યારે આ ભવ્ય પ્રતિમા પર દુબઈની બુર્જ ખલીફા ઈમારતની માફક જર્મન ટેક્નોલોજીથી ફિલ્મ દર્શાવવામાં આવશે.

 આ માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. સ્ટેચ્યુ પર દરેક ખાસ પ્રસંગના થીમ પર ફિલ્મ દર્શાવાશે.

(5:31 pm IST)