ગુજરાત
News of Saturday, 20th October 2018

અમદાવાદના પ૦ વર્ષ જુના કરચોરીના કેસમાં મિલ્કત પણ જપ્ત નથી કરાઇ

અમદાવાદઃ આપણે ત્યાં બ્લેક મની અને કાળું નાણું શબ્દ તમે હમણા હમણા સાંભળ્યો હશે. પણ અમદાવાદનો એક કેસ એવો છે જે અંદાજીત 5-10 નહીં પણ પૂરા 50 વર્ષ જૂનો છે. જોકે બલિહારી તો એ વાતની છે કે આ કેસમાં 50 વર્ષ થઈ ગયા, અનેક સરકાર આવી અને ગઈ પરંતુ કેન્દ્રની તપાસ એજન્સીઓ હજુ પણ ટેક્સ ચોરી તેમજ આ ચોરીના કાળા નાણાં દ્વારા ખરીદેલી સંપત્તિને જપ્ત કરવા માટે ગોથા ખાઈ રહ્યા છે.

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે વર્ષ 1965-69 દરમિયાન ટેક્સ ચોરીના કાળા નાણાંથી ખરીદેલી જમીનને જે તે સમયે હાલના આ કેસમાં જવાબઆપનારના મોટાભાઈએ ટેક્સ રીટર્ન ભરતી વખતે ઉલ્લેખ કર્યો નહોતો અને તેની ખરીદી છૂપાવી આ મિલ્કત છૂપાવી હતી. આ કેસ વલસાડ નિવાસી અબ્બાસ મૌલા ફઝલ અબ્બાસ અને તેના ભાઈ ઇસ્માઇ મૌલાને સાંકળે છે.

કેન્દ્ર સરકાર તેમની સંપત્તિને જપ્ત કરવા માગી રહી કેમ કે સરકારનો દાવો છે કે આ સંપત્તિ તેના ભાઈએ 50 વર્ષ પહેલા ટેક્સ ચોરી કરીને કાળા નાણાં દ્વારા ખરીદી છે. આરોપીઓની આંગડિયા પેઢી છે અને તેમની વિરુદ્ધ સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ 1976(SAFEMA) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે સરકારે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી. જેમાં સરકારે શો કોઝ નોટિસ ફટકારી કહ્યું હતું કે આરોપીઓએ 1969માં પોતાના IT રિટર્નમાં આ જમીન બાબતે કોઈ ઉલ્લેખ કર્યો નથી તો પછી ક્યા કારણોસર તેમની જમીન ક્યા કારણોસર જપ્ત કરવામાં ન આવે.

જોકે નોટિસનો કોઈ જવાબ ન મળતા સરકારે 1999માં અબ્બાસ ભાઈઓની સંપત્તિ જપ્ત કરવા માટે આદેશ આપ્યો હતો. જેમાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે બંને ભાઈઓએ બુક્સ ઓફ એકાઉન્ટ્સ મેનટેન નથી કરી. તેમજ એવા કોઈ પુરાવા નથી જેથી એવું માની શકાય કે તેમના દ્વારા ચલાવવામાં આવતા આંગડિયાથી એટલી આવક થતી હશે કે જેના દ્વારા તેઓ આ પ્રોપર્ટી ખરીદી શકે. જોકે બંને ભાઈઓએ તે બાદ ટ્રિબ્યુનલનો સહારો લીધો હતો.

જેનો ચુકાદો 2009માં આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે, સરકાર કોઈ ઠોસ સબૂત નથી લાવી શકી કે આ સંપત્તિ બંને ભાઈઓએ બ્લેક મનીથી ખરીદી છે. જેથી તેમની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ રદ કર્યો હતો. જોકે સરકાર ત્યાર બાદ હાઈકોર્ટ પહોંચી હતી પરંતુ અહીં પણ પૂરા સબૂત ન આપી શકતા હાઈકોર્ટની સિંગલ બેંચે ટ્રિબ્યુનલના ચુકાદાને યોગ્ય ગણાવી સરકારની અરજી રદ કરી હતી.

જોકે સરકારે તરત જ હાઈકોર્ટની ઉપલી બેંચમાં અરજી કરીને કહ્યું કે ‘આવા કેસમાં કોઈ ખાસ સબૂત નથી હોતા અને આટલા વર્ષે તેના પૂરા સબૂત ન પણ મળી શકે પરંતુ ટાડા અને NDPSના ગુનાની જેમ કેટલાક અધાર પર પણ આવા કેસમાં અપરાધી વિરુદ્ધ કાર્યવાહી કરવી

(5:18 pm IST)