ગુજરાત
News of Saturday, 20th October 2018

ભરૂચના નેત્રંગ પંથકમાં નકલી નોટ બનાવવાનું કારસ્તાન ઝડપાયું : 17 લાખની નકલી નોટો સહીત બે લોકોને એસઓજીએ ઝડપી લીધા

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકામાં ભારતીય ચલણની નકલી નોટો બનાવવાનું કારસ્તાનનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 17 લાખ ઉપરાંતની નકલી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.સાથે નોટો છાપવાનાં પ્રિન્ટર સહિતની સામગ્રી પણ મળી આવી છે.

  ભરૂચ જિલ્લાનાં નેત્રંગ ખાતેથી રૂપિયા 17 લાખ ઉપરાંતની નકલી નોટો ઝડપાયી છે. સાથે 4 પીસ્તોલ અને 8 કાર્ટિસની સાથે રૂપિયા એક લાખનું સાચું ચલણ પણ રોકડમાં મળી આવ્યું છે. પોલીસે બે શખ્સોની અટકાયત પણ કરી છે.

  નેત્રંગના ફોકડી ગામે મકાનમાંથી પ્રિન્ટર મશીન સહિતની સામગ્રી ઝડપાયી છે. પોલીસે રૂપિયા 200,500 અને 2000 ના દરની નકલી નોટો ઝડપી પાડી છે. એસ.ઓ.જી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:54 pm IST)