ગુજરાત
News of Saturday, 20th October 2018

ભરૂચના ટંકારીયા-સીતપોણમાં વીજકંપનીની વિજિલન્સ ટીમ ત્રાટકી : પાંચ ટીમો -25 ગાડીઓનો રસાલો અને પોલીસ કાફલો પહોંચ્યો

ભરૂચ તાલુકાના ટંકારીયા તથા સીતપોણ ગામમાં વહેલી સવારે વીજ કંપનીની વિજિલન્સની ટીમો પોલીસ કાફલા સાથે ત્રાટકી હતી ગ્રામજનોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

  મળતી માહિતી મુજબ શનિવારના રોજ વહેલી સવારે ભરૂચ તાલુકાના ટંકારીયા તથા સીતપોણ ગામમાં વિજ વિજિલન્સની પાંચ ટીમો ૨૫ ગાડીઓના રસાલા તેમજ પોલીસના કાફલા સાથે ઉપરોક્ત બે ગામોમાં ધસી જઇ સઘન વિજ ચેકિંગ હાથ ધર્યુ હતું.

વીજ ચેકીંગના પગલે ગ્રામજનોમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે હજુ પણ વીજ ચેકીંગની કામગીરી ચાલી રહી છે. કેટલાની વીજ ચોરી ઝડપાઇ તે માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

 વિજ વિજિલન્સ ટીમોએ ગ્રામિણ વિસ્તારોમાં વિજ ચેકિંગનું મેગા ઓપરેશન હાથ ધરતા વિજ ચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે…

(12:53 pm IST)