ગુજરાત
News of Saturday, 20th October 2018

૨૪ અધિક કલેકટરોને સિલેકશન સ્કેલમાં બઢતી

ધાનાણી, મેરજા, ડી.ડી. મેરજા, પાંડોર વગેરેનો સમાવેશ

રાજકોટ, તા. ૨૦ :. રાજ્ય સરકારે અધિક કલેકટર (જી.એ.એસ.) કક્ષાના ૨૪ અધિકારીને સિનીયર સ્કેલમાંથી સિલેકશન સ્કેલમાં બઢતી આપી છે.  જે અધિકારીઓને સ્કેલ બઢતીરૂપી દિવાળી ભેટ મળી છે તેમાં એ.બી. પટેલ, પી.આર. જોષી, એ.બી. રાઠોડ, એસ.કે. પ્રજાપતિ, એસ.ડી. ધાનાણી, કે.એસ. વસાવા, આઈ.જે. માલી, એન.એમ. બર્વે, કે.ડી. લાખાણી, ડી.ડી. જાડેજા, આર.એ. મેરજા, એન.સી. શાહ, બી.એચ. પાઠક, બી.કે. વસાવા, સી.બી. બલાત, એસ.જે. પટેલ, એસ.કે. રાઠોડ, આર.પી. ચૌધરી, એન.એલ. પાંડોર, આર.આર. ડામોર, કે.જે. બોર્ડર, એસ.પી. ભગોરા અને બી.ડી. નિનામાનો સમાવેશ થાય છે

(11:33 am IST)